Orange Hospital Neonatal & Pediatric Care
Critical Care Recovery

એક ૨ દિવસ નું નવજાત શિશુ શ્વાસોશ્વાસ ની ગંભીર તકલીફ થી પીડાઈ રહ્યુ હતુ.

May 28, 2026
એક ૨ દિવસ નું નવજાત શિશુ શ્વાસોશ્વાસ ની ગંભીર તકલીફ થી પીડાઈ રહ્યુ હતુ.

A Super Success Story!

નવજાત શિશુની “MIS-N” અને “Meconium Aspiration Syndrome” સામેની લડત

એક ૨ દિવસનું નવજાત શિશુ શ્વાસોશ્વાસની ગંભીર તકલીફથી પીડાઈ રહ્યું હતું.

કોરોનાની ત્રીજી લહેર પછી એક સુંદર સવારમાં જ્યારે અમે રાબેતા મુજબ દરેક દર્દીનું અવલોકન અને તપાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક નજીકની એક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી ફોન આવ્યો. હોસ્પિટલના જણાવ્યા અનુસાર એક ૨ દિવસનું નવજાત શિશુ શ્વાસોશ્વાસની ગંભીર તકલીફથી પીડાઈ રહ્યું હતું. વાતની જાણ થતા અમે સહેજ પણ સમય વેડફ્યા વિના નવજાત શિશુને Orange Neonatal & Paediatric Intensive Care Unit ખાતે દાખલ કર્યું.

બાળકને પડતી તકલીફની હિસ્ટરી અને ઝીણવટભરી તપાસના આધારે અમે જાણ્યું કે બાળક ગંભીર બીમારી Meconium Aspiration Syndrome થી પીડાય છે. બાળકના ફેફસાંમાં ખૂબ જ વધારે માત્રામાં ઇન્ફેકશન ફેલાયેલું હતું અને CRP ૨૪૦ હતું. પરિસ્થિતિને જોતા બાળકના જીવને બચાવવા તાત્કાલિક પગલાં લેવાની જરૂર હતી. અમારી નિષ્ણાત તબીબોની ટીમે તરત જ બાળકને નવજાત શિશુ માટેના ખાસ વેન્ટિલેટર પર રાખ્યું.

શરૂઆતમાં બાળકનું બ્લડ પ્રેશર ઓછું હોવાના કારણે Dobutamine ઈન્જેકશન પર સારવાર શરૂ કરવામાં આવી. અમારા નવજાત શિશુ હૃદયરોગ નિષ્ણાત તબીબે 2D Echo કરીને સુનિશ્ચિત કર્યું કે બાળક Persistent Pulmonary Hypertension જેવી ગંભીર બીમારીથી પીડાય છે. શિશુનું Pulmonary Pressure 90 mmHg કરતાં વધુ હતું. અમે શિશુને Milrinone અને Adrenaline જેવી હૃદય પંપિંગ દવાઓ સાથે High-Frequency Ventilator પર રાખવાનું નક્કી કર્યું.

પરંતુ શિશુને સતત થતા Desaturation અને Oxygen Index ૨૦ થી વધુ હોવાથી અમે ગુજરાતમાં સૌપ્રથમ વખત GeaNOX Inhaled Nitric Oxide નો ઉપયોગ શરૂ કર્યો. શિશુ Severe Septic Shock માં હોવાને કારણે શરૂઆતથી જ ભારે એન્ટિબાયોટિક્સ સાથે Inj. Pentaglobulin પણ શરૂ કરવામાં આવ્યું. બાળકનું હિમોગ્લોબિન ઓછું હોવાથી તેને લોહી પણ ચડાવવામાં આવ્યું.

નવજાતની માતા કોરોના પોઝિટિવ હોવાના કારણે અમને લાગ્યું કે શિશુમાં MIS-N રોગ હોવાની સંભાવના છે. લોહીની તપાસમાં બાળકના લોહીમાં COVID-IgG પોઝિટિવ હતું અને D-Dimer તથા Ferritin ની માત્રા પણ ખૂબ જ વધારે હતી. તેથી અમે શિશુને MIS-N માટે ઉપયોગી એવી Inj. MPS ખૂબ ઓછી માત્રામાં શરૂ કરી. આ સારવારના ખૂબ જ સારા પરિણામ જોવા મળ્યા અને બાળકનું ઓક્સિજન લેવલ ૯૩ થી ૯૫ ટકા સુધી પહોંચવા લાગ્યું.

શિશુને ૫ દિવસ સુધી Inhaled Nitric Oxide અને ૧૦ દિવસ સુધી High-Frequency Ventilator પર રાખવામાં આવ્યું. ત્યારબાદ ૫ દિવસ Conventional Ventilator અને Non-invasive NSIPPV Mode પર સારવાર આપવામાં આવી. આ તમામ પ્રયાસોના અંતે બાળક ૨૫મા દિવસે સામાન્ય રૂમના વાતાવરણમાં કોઈ વધારાના ઓક્સિજન વગર શ્વાસ લેવા લાગ્યું.

નવજાત શિશુએ ૩૨ દિવસ લાંબી ચાલેલી જીવન-મરણની આ લડાઈ સામે અંતે વિજય પ્રાપ્ત કર્યો. હોસ્પિટલની સમયસૂચકતા, સમયસર અપાયેલ MPS ઈન્જેકશન અને ગુજરાતના સૌપ્રથમ GeaNOX Inhaled Nitric Oxide Machine ની સારવાર આ નવજાત શિશુ માટે જીવનદાયી સંજીવની સાબિત થઈ.

અમારી નિષ્ણાત તબીબોની ટીમ હંમેશા આવી લાંબી અને કઠિન લડાઈઓ લડવા અને સમાજમાં સર્વશ્રેષ્ઠ નવજાત શિશુ સારવાર આપવા માટે સજ્જ છે. સ્વસ્થ થયેલું દરેક બાળક અમારી સૌથી મોટી જીત અને ઉપલબ્ધિ છે.